1 યોહાનનો પત્ર 5 : 1 (GUV)
ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે; અને જન્મ આપનાર પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેમનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે.
1 યોહાનનો પત્ર 5 : 2 (GUV)
જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં છોકરાં ઉપર પણ પ્રેમ રાખીએ છીએ.
1 યોહાનનો પત્ર 5 : 3 (GUV)
કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી.
1 યોહાનનો પત્ર 5 : 4 (GUV)
કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
1 યોહાનનો પત્ર 5 : 5 (GUV)
જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર બીજો કોણ જગતને જીતે છે?
1 યોહાનનો પત્ર 5 : 6 (GUV)
પાણીથી તથા રક્તથી જે આવ્યા, તે એ છે એટલે ઈસુ‍ ખ્રિસ્ત. અને તે માત્ર પાણીથી નહિ પણ પાણી તથા રક્તથી આવ્યા.
1 યોહાનનો પત્ર 5 : 7 (GUV)
જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
1 યોહાનનો પત્ર 5 : 8 (GUV)
કેમ કે સાક્ષી પૂરનાર ત્રણ છે, એટલે આત્મા, પાણી તથા રક્ત; અને એ ત્રણેની સાક્ષી એકસરખી છે.
1 યોહાનનો પત્ર 5 : 9 (GUV)
જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મોટી છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
1 યોહાનનો પત્ર 5 : 10 (GUV)
જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેના પોતાનામાં તે સાક્ષી છે. જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડયા છે; કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
1 યોહાનનો પત્ર 5 : 11 (GUV)
એ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેમના પુત્રમાં છે.
1 યોહાનનો પત્ર 5 : 12 (GUV)
જેને [ઈશ્વરનો] પુત્ર છે તેને જીવન છે. જેને ઈશ્વરનો પુત્ર નથી, તેને જીવન નથી.
1 યોહાનનો પત્ર 5 : 13 (GUV)
તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર, મેં આ વાતો લખી છે.
1 યોહાનનો પત્ર 5 : 14 (GUV)
તેમના વિષે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.
1 યોહાનનો પત્ર 5 : 15 (GUV)
અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે, તો આપણે તેમની પાસે જે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
1 યોહાનનો પત્ર 5 : 16 (GUV)
મરણકારક નથી એવું પાપ જો કોઈ પોતાના ભાઈને કરતો જુએ તો તેણે માગવું, એટલે મરણકારક નથી એવું પાપ કરનારાઓને માટે [ઈશ્વર] તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે વિનંતી કરતો નથી.
1 યોહાનનો પત્ર 5 : 17 (GUV)
સર્વ અન્યાય પાપ છે; અને મરણકારક નથી એવું પણ પાપ છે.
1 યોહાનનો પત્ર 5 : 18 (GUV)
આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે, અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી.
1 યોહાનનો પત્ર 5 : 19 (GUV)
આપણે ઈશ્વરના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.
1 યોહાનનો પત્ર 5 : 20 (GUV)
વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે, ને જે સાચા છે તેમને ઓળખવા માટે તેમણે આપણને સમજણ આપી છે. અને જે સાચા છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, એમનામાં આપણે છીએ. એ જ ખરા ઈશ્વર છે, તથા અનંતજીવન છે.
1 યોહાનનો પત્ર 5 : 21 (GUV)
મારાં બાળકો, સાવધ રહીને મૂર્તિઓથી દૂર રહો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: